Surat: સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video

|

Oct 05, 2023 | 1:08 PM

સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના પગલે પરિવારમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. મૃતક યુવક એલપી સવાણી રોડ ખાતે ગરબા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એેટેક આવ્યા બાદ તેનું મોત થયુ છે.

Surat : હાલ યુવાનો પર હાર્ટ એટેકનું (Heart attack) સંકટ જાણે વધતુ જ જઇ રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં હૃદયરોગના હુમલાના કેસ વધી ગયા છે. યુવાનો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકથી યુવાનના મોતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે.

આ પણ વાંચો-Ambaji : પ્રસાદ વિવાદમાં મંદિર ટ્રસ્ટની મોટી કાર્યવાહી, મોહિની કેટરર્સનું અટકાવાશે પેમેન્ટ, જુઓ Video

યુવકના મોતના પગલે પરિવારમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. મૃતક યુવક એલપી સવાણી રોડ ખાતે ગરબા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એેટેક આવ્યા બાદ તેનું મોત થયુ છે.

સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બદલાયેલી જીવન શૈલીથી હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદય રોગના લક્ષણોની વાત કરીએ તો ગળા અને પેટની વચ્ચેના ભાગમાં તકલીફ થવી, ખભામાં રહેતી સતત તકલીફ, છાતીના ભાગમાં થતી તકલીફ અવગણવી, દુઃખાવાને પેટની તકલીફ માનીને ઈનો લઈ લેવો, વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી છે.

હ્રદય રોગના નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કોરોના થયા પછી વેક્સિન લીધા બાદ પણ લાંબા સમય બાદ તેની અસર જોવા મળી રહે છે. ત્યારે હૃદયની સંભાળ માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. હૃદયની વધેલી બીમારીના કારણમાં મુખ્યત્વે તો એક કારણ વ્યસન, યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે, તમાકુ, ધુમ્રપાન અને દારૂના સેવનથી જોખમ વધે છે. યુવાનો માનસિક તણાવમાં જીવી રહ્યા છે. શ્રમનો અભાવ, ફાસ્ટફુડનું વધતું પ્રમાણ,ફાસ્ટફુડના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધે છે. જંકફૂડ, બહારનું ભોજન, લેટ નાઈટ ડીનર જોખમી છે.

હાર્ટ એટેકના રોગથી બચવા શું કરવું ?

વિટામિન-ડીને પૂર્ણ કરતી વસ્તુઓને આહારમાં સામેલ કરો, વિટામિન-ડીની ઉણપથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. વિટામિન-ડી હૃદયની નસોને મજબૂત કરે છે. લીલા શાકભાજીનો ખોરાકમાં ઉપયોગ કરવો. કેળા, બટાકા, પાલક, ગાજરનો ખોરાકમાં ઉપયોગ વધારો. કઠોળ, બદામ, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું. દરેક વ્યક્તિને સવારે સૂર્યપ્રકાશમાં આવવું જોઈએ. વ્યાયામની નિયમીત અને ફરજિયાત ટેવ પાડવી. વ્યાયામથી લોહીનું પરિભ્રમણ વધારે સારું રહે છે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા પલસાણાના બગુમરા ગામે આમલી ફળિયામાં મિત્રો સાથે 21 વર્ષીય યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. તેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.તે પહેલા રાજકોટમાં એક જ દિવસમાં 3 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. રાજકોટના રૈયા રોડના 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું, તો કોઠારીયા રોડ પર 40 વર્ષિય યુવકનો હાર્ટ એટકથી જીવ ગયો હતો. તો કાલાવડ રોડ વિસ્તારનો યુવક પણ હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 am, Thu, 5 October 23

Next Video