જનતાને અપાયો મોંઘવારીનો વધુ એક ડામ, ખાદ્યતેલના ભાવમાં 20 થી 40 રૂપિયાનો ઝીંકાયો વધારો- Video

|

Jun 29, 2024 | 1:28 PM

ચોમાસુ શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે જનતાને પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20 થી 40નો વધારો કરવામાં આવ્યો છે.

જનતા પર ફરીએકવાર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસુ આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થાય છે પરંતુ હાલ હાલ વરસાદી સિઝનના કારણે મગફળીનું પિલાણ બંધ કરવામાં આવ્યુ છે. જેની સીધી જ અસર સીંગતેલના ભાવમાં જોવા મળી છે. જેના કારણે સીંગતેલથી લઈને સોયા તેલ સહિતના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલમાં રૂ.20-રુ.40નો કરાયો વધારો

હાલ સિંગતેલ, કપાસીયા, પામ ઓઈલ અને સોયાબિન તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 30 નો ડબ્બે વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ 2560 રૂપિયા થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ 1690 રૂપિયા થયો છે. જ્યારે પામ ઓઈલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છએ અને ડબ્બાનો ભાવ રૂપિયા 1670 થયો છે. સોયાબિન તેલમાં પણ રૂપિયા 40નો વધારો ઝીંકાયો છે અને ડબ્બાનો ભાવ 1700 રૂપિયા છે.

શ્રાવણમાં સાતમ-આઠમ દરમિયાન થતો હોય છે ભાવ-વધારો

હાલમાં ઉનાળુ મગફળી પિયત માટે પહોંચી નથી. હાલ વરસાદી માહોલને કારણે મગફળી પૂરતા પ્રમાણમાં ઓઈલ મિલરોમાં પહોંચી નથી, આથી પિલાણ બંધ છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના પર્વ પર આ ભાવવધારો થતો હોય છે પરંતુ આ વખતે એ પહેલા જ ભાવ વધારો થયો છે, ત્યારે સાતમ-આઠમના તહેવારો દરમિયાન ખાદ્યતેલોના કેટલા ભાવ રહેશે તે જોવાનું રહેશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video