Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ

|

Feb 17, 2022 | 8:38 AM

કોલકાત્તામાં ગુજરાતના લોકોને ગોંધી રાખવા માટે મિત પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંફરિયાદ નોંધાવી છે. જેમાં ભોગ બનનાર મિત પટેલને વિદેશ જવાની લાલચે કોલકાત્તામાં બંધ બનાવાયા હતા તેમજ 46 લાખ રૂપિયા પડાવી લેવાયા છે.

વિદેશ મોકલવાના નામે લોકોને ગોંધી રાખવા મામલે અમદાવાદના(Ahmedabad)ભોગ બનનાર મિત પટેલે(Mit Patel)ફરિયાદ નોંધાવી છે. કોલકાત્તામાં ગુજરાતના લોકોને ગોંધી રાખવા માટે મિત પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં(Crime Branch)ફરિયાદ નોંધાવી છે. જેમાં ભોગ બનનાર મિત પટેલને વિદેશ જવાની લાલચે કોલકાત્તામાં બંધ બનાવાયા હતા તેમજ 46 લાખ રૂપિયા પડાવી લેવાયા છે. આ સમગ્ર કાંડમાં આરોપી રમેશ પટેલ, સુશીલ રોય અને કમલ સિંઘાનિયા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી રમેશ પટેલ ભોગ બનનાર મિત પટેલની સોસાયટીમાં જ રહેતો હતો. આરોપીએ મિત પટેલને ફસાવ્યા બાદ અન્ય લોકોને પણ જાળવામાં ફસાવ્યા. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી વિદેશ જવાના બહાને દિલ્હી અને કોલકત્તામાં 15 લોકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સીટીમાં પોલીસે રેડ પાડી છે. આ કેસમાં સુશીલ અને સંતોષ રોય બે મુખ્ય આરોપી કે જે વોન્ટેડ છે તે ગોદરેજ ગાર્ડન સીટી સ્થિત કારમેલ એ વિંગ માં 1104 માં ભાડે રહેતા હતા અને એજ મકાનના નામે વિવિધ ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા.

આ બે આરોપીઓ માટે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને માણસા પોલીસની ટીમે કારમેલ સ્થિત ઘરમાં 4 કલાક કરતા વધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ને તપાસમાં અનેક ડોક્યુમેન્ટ, કોરા ચેક, લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ, પાસપોર્ટ ઝેરોક્સ મડી આવી છે.પોલીસ ટીમના કાફલાએ તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવો પડ્યો હતો. આ ડોક્યુમેન્ટ કોના છે, કઈ રીતે આવ્યા, કેટલા સમય થી આ ધંધા ચાલી રહ્યા હતા વગેરે પર પોલીસ તપાસ યથાવત છે

આ પણ વાંચો : Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા

આ પણ વાંચો : Ahmedabad : પીવાના પાણી માટે મુકાયેલા એટીએમ મશીનો બંધ હાલતમા

 

Published On - 8:37 am, Thu, 17 February 22

Next Video