Gujarat Video : અમદાવાદમાં BRTS બસની અડફેટે વધુ એક બાઈકચાલકનું મોત

| Edited By: | Updated on: Jul 17, 2023 | 6:59 AM

CTM નજીક ભારવી ટાવર પાસે BRTS બસના આગળના ટાયરમાં બાઈક ચાલક ફસાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad : અમદાવાદમાં BRTS બસે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. માતેલા સાંઢની માફક દોડતી BRTSની અડફેટે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. CTM નજીક ભારવી ટાવર પાસે બેફામ સ્પીડે દોડતી બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.

આ પણ વાંચો અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો નહીં અંત, જુઓ Video

મળતી માહિતી અનુસાર CTM નજીક ભારવી ટાવર પાસે BRTS બસના આગળના ટાયરમાં બાઈક ચાલક ફસાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો