Ankleshwar : UPL કંપનીમાં આગની ઘટનાથી સ્થાનિકોના જીવ પડીકે બંધાયા, ધુમાડાના ગોટાથી ધોળા દહાડે અંધકાર છવાયો
યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.
અંકલેશ્વર જીઆઇડીસીની યુપીએ કંપનીમાં આગની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા સર્જી હતી. એક તરફ આગ બુઝાવવો ફાયર ફાઇટિંગ ટિમ માટે પડકાર સમાન હતો તો તો બીજી તરફ આગનાધુમાડા કંપની નજીક આવેલ રહેણાંક વિસ્તારને ઢાંકી દેતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. ભયભીત બનેલા સ્થાનિકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. લોકો મોં ઉપર માસ્ક બાંધી તંત્રના આદેશનો ઇંતેજાર કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ આસપાસના રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બની
ધુમાડાથી રાતના અંધકાર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકો ભયભીત થયા#fire #ankleshwar #Gujarat pic.twitter.com/frONKvG3P2
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2022
આગની ઘટના બાદ પવનની દિશા નજીકના રહેણાંક વિસ્તાર તરફ હોવાના કારણે ધુમાડાઓએ પટેલ નગર વિસ્તારમાં આકાશમાં ધુમાડા છવાયા હતા. ધુમાડાના કારણે ભયભીત બનેલા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેમિકલ કંપનીમાં લાગેલી આગના કારણે સ્થાનિકો જીવન જોખમની ચિંતામાં ભયભીત પણ બન્યા હતા. સ્થાનિકોએ મોં ઉપર માસ્ક બાંધી દીધા હતા અને તંત્રના આદેશનો ઇંતેજાર કરવા લાગ્યા હતા.
ડિઝાસ્ટર મેન્જમેન્ટ સેન્ટરના મેનેજર મનોજ કોટડીયા એ ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ ઉપર મહત્તમ કાબુ મેળવી લેવાયો છે. 8 થયો 10 ફાયર ટેન્ડર પાણીનો મારો ચલાવી રહ્યા છે. 5 કામદાર ઈજાગ્રસ્ત છે જેમને સારવાર આપવામાં આવી રહી છે.