દિવાળી ટાણે મોંઘવારી નડતા આંગણવાડી કાર્યકરોએ ગરબા રમી પગાર વધારાની માંગ કરી

| Updated on: Nov 05, 2023 | 6:35 PM

Anganwadi Workers Garba: આંગણવાડી કાર્યકરોને ટૂંકા પગારમાં ઘર ચલાવવામાં પરિવારને મદદ કરવી અઘરી છે. ત્યાં દિવાળી જેવા તહેવારોમાં મુશ્કેલીઓ વધી જતી હોય છે. આ દરમિયાન મોડાસામાં પગાર વધારા અને પડતર માંગણીઓને લઈ સ્થાનિક મોડાસા અને ધનસુરા તાલુકાના આંગણવાડી કાર્યકરોએ ગરબા યોજ્યા હતા. ગરબા સાથે થાળી વેલણ વગાડીને સરકારને પોતાની રજૂઆત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની મહિલાઓએ દિવાળીના તહેવારોમાં મોંઘવારીને લઈ પોતાનો રોષ ઠાલવીને પગાર વધારાની માંગ કરી હતી. અરવલ્લીના ધનસુરા અને મોડાસા તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર મહિલાઓએ પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સરકાર સમક્ષ કરી હતી. મોડાસા શહેરમાં આવેલા સાંઈ મંદિરે મહિલાઓએ એકઠા થઈને વિરોધ નોંધાવતા ગરબા રમ્યા હતા.

આ પણ વાંચોઃ નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી

ગરબા રમીને કર્મચારી મહિલાઓએ સરકાર પોતાની પડતર માંગણીઓને પૂર્ણ કરે અને પગાર વધારો કરે એ માટેની માંગ કરી હતી. મહિલા કાર્યકરોએ ગરબા રમવા સાથે વેલણથી થાળી વગાડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક આંગણવાડી કાર્યકરો દ્વારા જિલ્લા ક્લેકટર સહિક અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર આપ્યુ હતુ.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 05, 2023 06:31 PM