Kutch Video: માંડવીના દેના બેંક પાસેના વિસ્તારમાં થઈ 50 લાખના દાગીનાની ચોરી, આરોપીઓ ફરાર

Kutch Video: માંડવીના દેના બેંક પાસેના વિસ્તારમાં થઈ 50 લાખના દાગીનાની ચોરી, આરોપીઓ ફરાર

| Edited By: | Updated on: Aug 27, 2023 | 2:02 PM

કચ્છના માંડવીમાં ગઈ કાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઈ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે 2 શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા.

Kutch Video : કચ્છના માંડવીમાં ગઇ કાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે 2 શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત 50 લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો : Kutch: કચ્છ કોટેશ્વર નજીકથી પોલીસે ચરસના વધુ 9 પેકેટ જપ્ત કર્યા, બિનવારસી જથ્થો મળવાનો સિલસિલો જારી, જુઓ Video

મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે. હાલ, તો પોલીસે ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.

લોખંડના જેક અને પાટાની થઈ ચોરી

તો આ તરફ સુરતના પલસાણામાં લોખંડના જેક અને પાટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આશાપુરા સિમેન્ટ આર્ટિકલ બનાવતી ફેક્ટરીમાં લાગેલા CCTVમાં બે ચોર દેખાયા હતા. ફેક્ટરી માલિકે ચોરી અંગે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પલસાણા પોલીસે CCTVના આધારે બંને તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.