આણંદના પૂર્વ MLA નો પુત્ર ઠગાઇના ગુનામાં અમેરિકામાં ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:55 PM

આણંદમાં પૂર્વ MLAના પુત્રની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ઠગાઇના ગુનામાં પૂર્વ MLAનો પુત્ર ઝડપાયો છે. વૃદ્ધા સાથે 80 હજાર ડોલરની ઠગાઇ કરી હતી. જેને લઈ ફ્લોરિડા પોલીસે કાર્યવાહી કરી હતી.

Anand: પૂર્વ MLAનો પુત્ર ઠગાઇના ગુનામાં અમેરિકામાં ઝડપાયો છે. આણંદના પૂર્વ MLAનો પુત્ર જે અમેરિકા હતો. પાર્થ પટેલ નામનો ઇસમ ઠગાઈના ગુનામાં અમેરીકામાં ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. પાર્થ પટેલ આણંદના પૂર્વ MLA જ્યોત્સના પટેલનો પુત્ર છે. વૃદ્ધા સાથે ફોન કૌભાંડના માધ્યમથી 80 હજાર ડોલરની ઠગાઈ કરી હોવાની વાત સામે વાત થઈ હતી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઠગાઈની ઘટના બની હતી. ફ્લોરિડા પોલીસે પાર્થ પટેલ સહિત અન્ય લોકોની કરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન

પાપ્ત માહિતી મુજબ પાર્થ પટેલે વૃદ્ધાને ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાં સંડોવવાની ધમકી પણ આપી હતી. પોતે અમેરિકા પોલીસમાં હોવાનું જણાવી ધમકી આપી હતી. ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાંથી બચવા 80 હજાર ડૉલરની માગ પણ કરી હતી. જે બાદ ડરી ગયેલી વૃદ્ધાએ 30 હજાર ડૉલર ચૂકવી પણ દીધા હતા. જે બાદ સમગ્ર મામલો અમેરિકાના ફ્લોરિડાની પોલીસ સુધી પહોંચતા પોલીસે પાર્થ પટેલ સહિત અન્ય  આરોપીની ધરપકડ કરી છે.

આણંદ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો