Anand : ખંભાતમા રામનવમીની શોભાયાત્રાના ડીજે પર પથ્થરમારો કરાયો, જુથ અથડામણમાં એકનું મોત

| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:25 PM

રામનવમી(Ramnavmi ) નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો.

ગુજરાતમાં(Gujarat) રામનવમીના (Ramnavami) દિવસે રાજ્યમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો છે. જેમાં આણંદ(Anand)જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

હિંમતનગરમાં શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો

આ ઉપરાંત હિંમતનગરમાં  રામનવમીની  ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી. રામનવમી નિમિતે હિંમતનગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે  પથ્થરમારો થયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.

આ પણ વાંચો :  Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ

આ પણ વાંચો :  સ્માર્ટ સીટી અમદાવાદની સ્કૂલોમાં દિવા તળે અંધારું, વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે અચાનક સ્કૂલની લીધી મુલાકાત અને ખોલી પોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 10, 2022 06:55 PM