આણંદના કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યો 1-1 રુપિયો, જુઓ-Video
આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેટલાક લોકો તેને લોકશાહીનો સારો ઉદાહરણ ગણાવી રહ્યા છે, જ્યાં સામાન્ય મતદારો પોતાના ઉમેદવારને ટેકો આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ અથવા સ્ટંટ ગણાવી રહ્યા છે.
આણંદ શહેરમાં મનપા ચૂંટણીને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ લંડનવાળા પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. મળતી માહિતી મુજબ તેઓ ચૂંટણી લડવા માટે પૈસા મતદારો પાસેથી ઉઘરાવી રહ્યા છે. હવે કોંગ્રેસના ઉમેદવાર પાસે ફોર્મ ભરવાના પણ નાણા નથી એને તેઓનો ચૂંટણી લડવી છે
કોંગ્રેસના ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પણ પૈસા
ચૂંટણી લડવા માટે નાણાં એકત્ર કરવા હર્ષિલ લંડનવાલાએ સોશિયલ મીડિયા પર મતદારોને અપીલ કરી હતી કે તેઓ એક-એક રૂપિયાથી સહાય કરે. આ અપીલ બાદ લોકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ટૂંકા સમયમાં જ લગભગ ₹3,000ના લક્ષ્યાંક સામે ₹13,000 જેટલું ફંડ એકત્ર થઈ ગયું. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
મતદારો પાસેથી એકત્ર કરી રહ્યા ફંડ
આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેટલાક લોકો તેને લોકશાહીનો સારો ઉદાહરણ ગણાવી રહ્યા છે, જ્યાં સામાન્ય મતદારો પોતાના ઉમેદવારને ટેકો આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ અથવા સ્ટંટ ગણાવી રહ્યા છે.
અગાઉ ગેની બહેને પણ આ જ રીત અપનાવી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલો એવો કિસ્સો નથી. અગાઉ ગેનીબેન ઠાકોરએ પણ લોકસભા ચૂંટણી દરમિયાન ક્રાઉડફન્ડિંગ દ્વારા ચૂંટણી લડી હતી અને સફળતા મેળવી હતી. હવે જોવાનું રહ્યું કે હર્ષિલ લંડનવાલાની આ અનોખી પહેલ તેમને ચૂંટણીમાં કેટલો લાભ અપાવે છે.