AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Breaking News : અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! ગર્ડર અસંતુલિત બનતા બ્રિજનો ભાગ ધરાશાયી

Anand Breaking News : અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! ગર્ડર અસંતુલિત બનતા બ્રિજનો ભાગ ધરાશાયી

| Updated on: Jun 01, 2026 | 12:02 PM
Share

બ્રિજના બાંધકામ દરમિયાન ગર્ડરનું સેન્ટર યોગ્ય રીતે જાળવવામાં ન આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે બેરીંગ ખસી જતા ગર્ડર અસંતુલિત બન્યું અને આખરે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું અનુમાન છે.

આણંદ જિલ્લાના અડાસ નજીક બની રહેલા ઓવરબ્રિજના દુર્ઘટના મામલે તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બ્રિજના બાંધકામ દરમિયાન ગર્ડરનું સેન્ટર યોગ્ય રીતે જાળવવામાં ન આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે બેરીંગ ખસી જતા ગર્ડર અસંતુલિત બન્યું અને આખરે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું અનુમાન છે.

આ લીધે બ્રિજનો ભાગ ધરાશાયી

તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ડર લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની પણ પ્રાથમિક શક્યતા છે. નિષ્ણાતોની ટીમ હવે સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા અને તેમાં અપનાવવામાં આવેલી ટેક્નિકલ પદ્ધતિઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

મટીરિયલની ગુણવત્તાની થઈ રહી તપાસ

દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે બ્રિજના બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તાની પણ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી છે. કોન્ક્રિટના ગ્રેડ, સ્ટીલની ગુણવત્તા તેમજ બેરીંગ સિસ્ટમના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે બ્રિજના ટેક્નિકલ રિપોર્ટ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ સમગ્ર ઘટનાને પગલે ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.

શું હતી ઘટના ?

આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન તૂટી પડ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે. જોકે, આ ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા, સલામતીના ધોરણો અને કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Breaking News : આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ગુણવત્તા પર સવાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 01, 2026 11:58 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">