Anand: અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયો મોટો ભૂવો, આણંદ નજીક સર્જાયુ અકસ્માતનુ જોખમ, જુઓ Video

|

Oct 01, 2023 | 9:36 PM

નેશનલ હાઈવે પર વાહનોનો ધસારો મોટા પ્રમાણમાં રહેતો હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા ભૂવાને લઈ અકસ્માતથી વાહનોને બચાવવા માટે કોઈ જ પ્રયાસ જોવા નહીં મળતા વાહનચાલકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે. રાત્રી દરમિયાન આ પ્રકારનો ભૂવો મોટો અકસ્માત નોંતરી શકે છે. આમ વાહનચાલકોની સલામતી માટે થઈને તાકીદે આ ભૂવાનુ સમારકામ કરવુ જોઈએ એવી માંગ વર્તાઈ રહી છે.

અમદાવાદ થી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભૂવો પડતા વાહનચાલકો જોખમથી પરેશાન. આણંદના રામનગર પાટીયા પાસે આ વિશાળ ભૂવો સર્જાયો છે. નેશનલ હાઈવે પર વિશાળ ભૂવો પડવાને લઈ અકસ્માતનુ જોખમ તોળાઈ રહ્યુ છે. 6 મીટર જેટલો લાંબો અને એક મીટર પહોળો અને એટલો જ ઉંડો આ ભૂવો સર્જાયો છે. ભૂવો પડવાને એક દિવસ વીતવા છતા પણ તંત્રના પેટનુ પાણી હાલ્યુ નથી અને ભૂવાથી અકસ્માતને રોકવા માટે કોઈ પ્રયાસ કરાયો હોવાનુ જોવા મળ્યુ નથી. રોડ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

નેશનલ હાઈવે પર વાહનોનો ધસારો મોટા પ્રમાણમાં રહેતો હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા ભૂવાને લઈ અકસ્માતથી વાહનોને બચાવવા માટે કોઈ જ પ્રયાસ જોવા નહીં મળતા વાહનચાલકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે. રાત્રી દરમિયાન આ પ્રકારનો ભૂવો મોટો અકસ્માત નોંતરી શકે છે. આમ વાહનચાલકોની સલામતી માટે થઈને તાકીદે આ ભૂવાનુ સમારકામ કરવુ જોઈએ એવી માંગ વર્તાઈ રહી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:09 pm, Sun, 1 October 23

Next Video