Anand: કલેક્ટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલના કૌભાંડો આવ્યા બહાર! જુઓ Video

| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:18 PM

જેડી પટેલે તેમની પત્નિ વિશાખા પટેલના નામે બંગલો ખરીદેલો છે. જેડી પટેલ કલેકટર કચેરીમાં જમીન એક ટેબલ પર ફરજ બજાવતો નાયબ મામલતદાર છે, જેનો મહિને ચાળીસ હજાર રુપિયાનો પગારમાં આટલો કિંમતી બંગલો કેવી રીતે ખરીદ્યો એ જ મોટો સવાલ છે.

આણંદના ક્લેકટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલ કૌભાંડી હોવાનુ સામે આવ્યુ છે. જેડી પટેલ ક્લેકટર કચેરીમાં ફરજ બજાવવા દરમિયાન લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ સામે આવી છે. વિવાદીત જમીનોની ફાઈલો ક્લીયર કરવાના લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદીત સિવાયની જમીનોમાં પણ જેડી પટેલ લાખો રુપિયા પડાવતો હતો.

જેડી પટેલ બાકરોલ રોડ પર આવેલા શાલીગ્રામ હિલ્સમાં બંગલો ધરાવે છે. અહીં બંગલો હોવો એ ખૂબ જ કિંમતી હોવાનુ માનવામાં આવે છે. જેડી પટેલે તેમની પત્નિ વિશાખા પટેલના નામે બંગલો ખરીદેલો છે. જેડી પટેલ કલેકટર કચેરીમાં જમીન એક ટેબલ પર ફરજ બજાવતો નાયબ મામલતદાર છે, જેનો મહિને ચાળીસ હજાર રુપિયાનો પગારમાં આટલો કિંમતી બંગલો કેવી રીતે ખરીદ્યો એ જ મોટો સવાલ છે.

આ પણ વાંચોઃ  Aravalli: વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા, ખેતરમાં લહેરાતો હરીયાળો પાક મુરઝાવાનો ડર

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 21, 2023 08:36 PM