Gujarati Video : રાજકોટમાં રખડતા શ્વાને વૃદ્ધને બચકા ભરતા વૃદ્ધને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી

|

Apr 07, 2023 | 5:35 PM

Rajkot News : રાજ્યમાં જાહેર રસ્તા પર રખડતા શ્વાનને કારણે અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યો છે. તેમ છતા તંત્ર દ્વારા કોઇ કડક પગલા ભરવામાં આવતા નથી. ત્યારે રાજકોટમાં એક વૃદ્ધે શ્વાનના હુમલાનો ભોગ બનવુ પડ્યુ છે.

ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે. રખડતા શ્વાને હવે એક વૃદ્ધને નિશાન બનાવ્યા છે. રાજકોટમાં રખડતા શ્વાને
વૃદ્ધને બચકા ભર્યા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. શ્વાનના હુમલાના પગે વૃદ્ધને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પછી વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વૃદ્ધને પગમાં ત્રણ ટાંકા આવ્યા છે.

આ પણ વાંચો- સલમાન ખાનને કોણે આપી લુંગી બાંધવાની ટ્રેનિંગ? ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના સેટ પરનો BTS Video થયો વાયરલ

રાજ્યમાં જાહેર રસ્તા પર રખડતા શ્વાનને કારણે અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યો છે. તેમ છતા તંત્ર દ્વારા કોઇ કડક પગલા ભરવામાં આવતા નથી. ત્યારે રાજકોટમાં એક વૃદ્ધે શ્વાનના હુમલાનો ભોગ બનવુ પડ્યુ છે. રાજકોટમાં ભક્તિનગર સર્કલના ગીતા મંદિર પાસે ઠાકરસિંહ લીંબાસીયા નામના એક વૃદ્ધ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક શ્વાન તેમની પાછળ દોડ્યુ હતુ. આ શ્વાને તેમને પગના ભાગે બચકા ભર્યા હતા. હાલ તેમને સિવિલ હોસ્પિલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બે દિવસ પહેલા નવસારીમાં પણ આવી જ ઘટના બની હતી. ગોવિંદ નગર વિસ્તારમાં આવેલા સંગાત અમાર્ટમેન્ટમાં એક બાળક રમી રહ્યું હતું, ત્યારે અચાનક જ એક શ્વાન આવ્યું અને બાળક પર તૂટી પડ્યું હતુ. બાળકને શ્વાને બચકા ભર્યા હતા. શ્વાનના હુમલાના કારણે બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયું હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video