રાજ્યમાં નવી પહેલ : સત્ર પહેલા તમામ MLA ને સંસદીય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્નો અંગે અપાશે તાલીમ

રાજ્યમાં નવી પહેલ : સત્ર પહેલા તમામ MLA ને સંસદીય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્નો અંગે અપાશે તાલીમ

| Edited By: | Updated on: Feb 09, 2023 | 12:21 PM

વિધાનસભામાં આગામી 15 - 16 ફેબ્રુઆરીએ 2 દિવસીય તાલીમ શિબિર યોજાશે. જેમાં વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા ધારાસભ્યોને તાલીમ આપવામાં આવશે.

Gandhinagar : વિધાનસભા સત્ર પહેલા અધ્યક્ષે તમામ ધારાસભ્યને સંસદીય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્નો અંગે તાલીમ આપવાની અનોખી પહેલ કરી છે. વિધાનસભામાં આગામી 15 – 16 ફેબ્રુઆરીએ 2 દિવસીય તાલીમ શિબિર યોજાશે. જેમાં વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા ધારાસભ્યોને તાલીમ આપવામાં આવશે.

તાલીમ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે

તો સાથે નવા ધારાસભ્યોની બે દિવસીય તાલીમ શિબિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજવામાં આવશે.જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.આ ઉપરાંત ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ,વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજકીય પક્ષોના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ

તો આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી સીએમ ઓફિસમાં લાઈટ ચાલુ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ અનુકરણીય પહેલથી વીજળીની બચત પણ થશે. આ સાથે જ તેમણે એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Published on: Feb 09, 2023 11:49 AM
Follow Us