Ahmedabad : દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા સર્જાયો અકસ્માત, રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ, જુઓ Video

|

Aug 13, 2023 | 8:22 AM

અમદાવાદના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલી બસ સાથે રિક્ષાનો અકસ્માત થતા રિક્ષા ચાલક ફસાયો હતો.રિક્ષાચાલક ફસાતા સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.

Ahmedabad : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલી બસ સાથે રિક્ષાનો અકસ્માત થતા રિક્ષા ચાલક ફસાયો હતો.

આ પણ વાંચો  : Ahmedabad: ટ્રાફિક પોલીસકર્મીઓ માટે હવે AC હેલ્મેટ ! ત્રણ પોલીસકર્મી પાંચ દિવસ સુધી પહેરી જણાવશે અનુભવ

રિક્ષાચાલક ફસાતા સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. એકાદ કલાકથી રસ્તાની વચ્ચે બંધ પડેલી બસથી અકસ્માત સર્જાતા રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે તો બીજી તરફ વડોદરાના વરણામાં કેલનપુર પાસે ટ્રકની અડફેટે બેના મોત થયા હતા. વડોદરાના બે યુવકોનું ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા મોત નિપજ્યું હતુ. એક્ટિવાસવાર બે યુવકો તતારપુરાથી વડોદરા આવતા સમયે અકસ્માત છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:22 am, Sun, 13 August 23

Next Video