Surat : શહેરમાં ફરી એકવાર BRTS રુટ પર સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2023 | 2:44 PM

સુરતમાં એક વિદ્યાર્થીને બેરદકારીપૂર્વક BRTS ટ્રેક ક્રોસ કરવાની સજા મળી છે. સુરતના મોરા ભાગળ રોડ પર એક વિદ્યાર્થી BRTS બસની અડફેટે આવી ગયો છે. જે બાદ વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Surat : સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના મોરા ભાગળ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર બસ ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો : Surat : લક્ઝુરિયસ કારના AC બોક્સમાંથી મળી આવ્યો દારૂ, પોલીસે રૂ. 46.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જુઓ Video

મળતી માહિતી અનુસાર સુરતના મોરા ભાગળ વિસ્તારમાં BRTS રૂટ પર આજે અકસ્માતની ઘટના સામે આવી હતી. BRTS રૂટ ક્રોસ કરવા જતા એક વિદ્યાર્થીને બસ ચાલકે અડફેટે લીધો હતો. વિદ્યાર્થીને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે 

અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી તેના સાથી મિત્રો સાથે બીઆરટીએસ રૂટ પાસે જેવો પહોંચે છે કે ત્યાં જ બસ વિદ્યાર્થીને અડફેટે લે છે. આ ઘટના બાદ ત્યાં તેના સાથી વિદ્યાર્થીઓ ત્યાં આવી પહોચે છે. જો કે સદનસીબે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.

મહત્ત્વનું છે કે આ પ્રકારની અનેક ઘટનાઓ સુરત શહેરમાં સામે આવી છે. ગતરોજ અમરોલી વિસ્તારમાં પણ બીઆરટીએસ બસ ચાલકે બસ ડિવાઈડર પર ચડાવી દીધી હતી. ત્યારે આજે મોરા ભાગળ વિસ્તારમાં બસ ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 02:32 PM