Ahmedabad Accident : અમદાવાદમાં 2 અલગ અલગ સ્થળોએ સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 29, 2023 | 12:49 PM

આજે ફરી એક વાર અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર 2 અકસ્માત થયા છે. અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા વાયએમસી ક્લબ નજીક એસટી બસ અને એક્ટીવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Accident : રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર 2 અકસ્માત થયા છે. અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા વાયએમસી ક્લબ નજીક એસટી બસ અને એક્ટીવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video

તો બીજી તરફ આજે લો ગાર્ડન પાસે બેફામ કાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી દંપતિ નીચે પટકાયા હતા. જેમાં પતિને સામાન્ય ઈજા પહોંચી હતી. જયારે પત્નીને ગંભીર ઈજા હોવાથી સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોટેલ રેડિસન બ્લુની કારે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે.

ભોગ બનનારનું કહેવું છે કે, કારની સ્પીડ વધુ હતી. અને કાર ચાલક નશામાં હોવાનો દાવો કર્યો હતો. અકસ્માત સર્જનાર સામે કાર્યવાહી થાય તેવી પોલીસને માગ કરી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બેફામ કાર ચાલક સામે સરકાર કોઈ પગલા લે તેવી સ્થાનિકોએ માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો