Amreli: અમરેલીની ભાજપ પ્રેરિત ધારી તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પદે ચતુરભાઇ સરવૈયાની નિમણૂકથી મહિલા સદસ્ય નિર્મળા લૂંણગાત્તર નારાજ હતા. પોલીસ, TDO અને તાલુકા પ્રમુખની હાજરીમાં મહિલા સભ્યે ફિનાઈલ ગટગટાવ્યું.
સામાજિક ન્યાય સમિતિમાં ચેરમેને માટે મહિલા સભ્ય દાવેદાર હતા. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક સંગઠન સામે મહિલા આક્ષેપો કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા સભ્ય હાલ અમરેલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરેશ ધાનાણીએ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
આ તરફ અમરેલી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કાર્યકરો સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પરેશ ધાનાણીની રાજકીય પોસ્ટ અને પરિવારની મહિલાઓ વિશે બિભત્સ અશ્લિલ ભાષમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. ફેસબુકમાં હેકર પી. ધાનાણી નામની ફેક આઈડીમાં ખરાબ પોસ્ટ કોમેન્ટ કરી હતી. પરેશ ધાનાણીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનાર શખ્સ સામે સાયબર ક્રાઈમે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch : ઘેટાંબકરાની જેમ ટેમ્પોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓનો Video વાયરલ થયો, જુઓ બાળકોની દયનીય સ્થિતિ
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો