અમરેલીમાં ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, લોકો પાયલટની સમયસૂચક્તાથી ટળી મોટી રેલ દુર્ઘટના-Video

અમરેલીમાં કેટલાક દુષ્ટ લોકો દ્વારા ટ્રેન ઉથલાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો. જોકે લોકોપાયલટની સમયસૂચક્તાથી મોટી રેલ દુર્ઘટના ટળી છે. જો થોડી પણ ચૂક રહી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

| Edited By: | Updated on: Jan 23, 2026 | 5:21 PM

અમરેલી જિલ્લામાં રેલવેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન ઉથલાવવાનો હીન પ્રયાસ કર્યો. ચીતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા ઈસમો દ્વારા ગઈકાલે ટ્રેન ઉથલાવવા માટે પથ્થરો અને ફેન્સીંગ માટેનો પોલ ટ્રેક ઉપર રાખી દેતા દોડધામ મચી ગઈ હતી. ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા સામાન્ય અવાજ આવતા જ ટ્રેન ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનના લોકોપાઈલટ દ્વારા ટ્રેન ઉભી રાખી પથ્થરો અને પોલ હટાવી રેલવે વિભાગને જાણ કરી હતી. રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્કવોડ, સ્થાનિક પોલીસની ટીમે એલર્ટ આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અજાણ્યા ઈસમો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને હાલ સઘન તપાસ ચાલી રહી છે. જો થોડી પણ ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શક્તી હતી. આ સમયે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. પરંતુ, ટ્રેન ચાલી રહી હતી ત્યારે અવાજ અસામાન્ય લાગતા ચાલકે તરત જ ટ્રેન રોકી હતી. ત્યારે લોકો પાયલટની સમયસૂચક્તાને કારણે મોટી દુર્ઘટના હાલ ટળી ગઈ છે. રોજ આ ટ્રેન દ્વારા અનેક સેંકડો મુસાફરો આવનજાવન કરતા હોય છે ત્યારે આ પ્રકારનું દુષ્કૃત્ય કોના દ્વારા, કોના કહેવાથી કરવામાં આવ્યુ અને તેની પાછળ તેનો શું મોટિવ હતો, તે તમામ બાબતો હાલ તપાસ ચાલી રહી છે.

Input Credit- Jaydev Kathi- Amreli 

શું છે સોનિક હથિયારો ? જેનો ઉપયોગ કરીને ટ્રમ્પે માદુરોના સૈનિકોને 30 મિનિટમાં ધૂળ ચાટતા કરી દીધા?