Amreli: ગુનાહિત પ્રવૃત્તિઓ છાવરવા આક્ષેપ વચ્ચે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે PSI પી.બી. લક્કડને સસ્પેન્ડ કર્યા

| Edited By: | Updated on: Feb 19, 2022 | 9:02 AM

અમરેલી જિલ્લામાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા કડક હાથે કાર્યવાહી કરતા સમગ્ર જીલ્લા પોલીસ બેડામા સન્નાટો વ્યાપી ગયો છે.

અમરેલી (Amreli)જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય (Nirlipat Rai) દ્વારા PSI પી.બી. લક્કડ (PSI P.B. lakkad)ને સસ્પેન્ડ ( Suspend)કરવામાં આવ્યા છે. રેતી ચોરાના ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો અને અકસ્માત જેવા ગુનાઓ દાખલ કર્યા વગર જ સમાધાન કરાવતા હોવાનું સામે આવતા સસ્પેન્ડ કરાયા છે.

સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનારા પોલીસકર્મચારીઓ વિરુદ્ધ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે ગુરુવારે સપાટો બોલાવતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના PSI સહિત તમામ સ્ટાફની સામુહિક બદલી કરી નાખી હતી. જેમાં PSI લક્કડની પણ બદલી કરવામાં આવી છે. થોડા સમય પહેલા એક અકસ્માતની ફરિયાદ નોંધવાના બદલે સમાધાન કરાવ્યું હોવાનું ધ્યાન પર આવ્યુ હતુ, સાથે જ થોડા દિવસો પહેલા રેતી ભરેલા ટ્રેક્ટર અને અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો. જેમાં પણ કાર્યવાહી કરવાના બદલે ટ્રેક્ટર ચાલક અને અન્ય વાહન ચાલક વચ્ચે પી.એસ.આઈ દ્વારા સમાધાન કરાવ્યું હતુ. જેની પણ જીલ્લા પોલીસ વડાને માહિતી મળી હતી. જેથી SP દ્વારા PSI લક્કડને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો હતો.

અમરેલી જિલ્લામાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા કડક હાથે કાર્યવાહી કરતા સમગ્ર જીલ્લા પોલીસ બેડામા સન્નાટો વ્યાપી ગયો છે. મહત્વનું છે કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સામે વિવિધ આરોપોના પગલે એક સાથે 50 પોલીસકર્મીઓની બદલી કરાઇ હતી. આ તમામને ગુનાહિત પ્રવૃત્તિઓને છાવરતા હોવાના આરોપોને પગલે સસ્પેન્ડ કરાયા છે.

આ પણ વાંચો-

Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો

આ પણ વાંચો-

1 લી માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશે, નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કરાશે જાહેરાત