અમરેલી: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ ક્યાં કર્યો રૂપિયાનો વરસાદ – જુઓ વીડિયો

|

Nov 24, 2023 | 5:45 PM

અમરેલી: જાફરાબાદમાં તુલસી વિવાહ નિમીત્તે આયોજિત ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. વરાહ મંદિરમાં મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં લોકગીતોની રમઝટ બોલી હતી. જેમા ઉત્તર ગુજરાતના કલાકારોએ એવા તો સૂરે રેલાવ્યા કે ધારાસભ્ય સહિતના લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

અમરેલીના જાફરાબાદમાં તુલસી વિવાહ નિમીત્તે ગત રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વરાહ મંદિરમાં આયોજિત આ ડાયરામાં ઉત્તર ગુજરાતના કલાકારોએ ગીતોની રમઝટ બોલાવી હતી. તેમના સૂરોથી તેમણે સમગ્ર વાતાવરણ સંગીતમય કરી દીધુ હતુ. રાકેશ બારોટ અને જાગૃતિ ચૌધરીએ તેમના સૂરોથી સમા બાંધ્યો હતો અને સહુ કોઈને તેમના ગીતો પર ડોલાવ્યા હતા. આ સમયે ધારાસભ્ય હિરા સોલંકીએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ધારાસભ્ય હિરા સોલંકી સહિતના ભાજપના આગેવાનોએ રૂપિયા ઉડાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

ડાયરામાં કલાકારોના ગીતો પર ઝુમી ઉઠેલા હિરા સોલંકીએ કર્યો રૂપિયાનો વરસાદ

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય હિરા સોલંકી રૂપિયાનો વરસાદ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય હિરા સોલંકીને આગ્રહ કરીને સ્ટેજની વચ્ચે લઈ આવ્યા હતા અને તેમના પર પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. જો કે હિરા સોલંકીએ આગેવાનોને હાથ જોડીને એવુ ન કરવા વિનંતિ કરી હતી. હિરા સોલંકીએ આગેવાનોની લાગણીને માન આપતા તેમનો આભાર વ્યક્ત કર્યો અને વિનમ્રભાવે તેમના પર રૂપિયાનો વરસાદ ન કરવા જણાવ્યુ હતુ. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જાફરાબાદમાં આયોજિત આ ડાયરામાં કલાકારોના ગીતો પર ઝુમી ઉઠેલા હિરા સોલંકી રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.

Input Credit- Jaydev Kathi- Rajula, Amreli

આ પણ વાંચો: રાજકોટવાસીઓની ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો- વીડિયો

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video