Amreli: જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક, ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલાથી ગ્રામજનોમાં ભય

| Edited By: | Updated on: Jul 17, 2022 | 12:24 PM

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક જોવા મળ્યો છે. કુલ ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Amreli: અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક (Terror of the lioness) જોવા મળ્યો છે. કુલ ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વનવિભાગના ટ્રેકર બાદ SRDના બે જવાનો ઉપર સિંહણે હુમલો કર્યો હતો. જોકે એક SRD જવાને લાકડી વડે સિંહણનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિંહણને ભેદી બીમારી હોવાની આશંકા છે. વનવિભાગે પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી છે.

અમરેલીમાં લમ્પી વાયરસથી પશુપાલકો ત્રાહિમામ

અમરેલીના બાબરા તાલુકાના ગામોના પશુઓમાં પણ લમ્પી વાઇરસે દેખા દીધી છે. એક અહેવાલ મુજબ અમરેલીના ઈશ્વરીયા કરિયાણાના નાની કુંડળ સહિતના ગામોમાં 8 થી 10 જેટલા પશુનાં મોત થયાં છે અને હાલમાં 40 થી60 જેટલા પશુઓ બીમાર છે. ઇશ્વરીય ગામે રાઘવભાઈ ભરવાડ નામના વ્યક્તિના 8 પશુના 12 દિવસમાં મોત થયાં છે. આ અંગે જિલ્લા પંચાયતના સભ્યોએ જિલ્લા પશુપાલન અધિકારીઓને જાણ કરી હતી. આ પરિસ્થિતિમાં વેટરનરી ડોક્ટર પશુઓને સારવાર આપી રહ્યા છે તેમજ પશુપાલકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે.