Amreli : ધારીના જૂના ચરખા ગામમાં સિંહે યુવક પર હુમલો કર્યો, જુઓ Video

|

May 21, 2023 | 8:31 AM

અમરેલીમાં(Amreli) ધારીના જૂના ચરખા ગામમાં સિંહે(Lion)યુવક પર હુમલો કર્યો છે. જેમાં 15 દિવસમાં ગામમાં વન્યપ્રાણીના હુમલાની છઠ્ઠી ઘટના સામે આવી છે. જેમાં સમગ્ર ઘટના મુજબ ઘેટા-બકરાને જોઈને શિકાર કરવા આવેલા સિંહની વચ્ચે યુવક આવ્યો હતો

અમરેલીમાં(Amreli) ધારીના જૂના ચરખા ગામમાં સિંહે(Lion)યુવક પર હુમલો કર્યો છે. જેમાં 15 દિવસમાં ગામમાં વન્યપ્રાણીના હુમલાની છઠ્ઠી ઘટના સામે આવી છે. જેમાં સમગ્ર ઘટના મુજબ ઘેટા-બકરાને જોઈને શિકાર કરવા આવેલા સિંહની વચ્ચે યુવક આવ્યો હતો. જેના પગલે સિંહે 19 વર્ષના યુવક પર જ હુમલો કરી દીધો હતો.

રેલવે યાર્ડ પાસે 5 સિંહ નિશ્ચિત થઇને વિચરતા જોવા મળ્યા

આ ઉપરાંત રહેણાક વિસ્તાર બાદ હવે ઉદ્યોગ ઝોનમાં પણ વનરાજના આંટાફેરા વધી ગયા છે.અમરેલી પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.રેલવે યાર્ડ પાસે 5 સિંહ નિશ્ચિત થઇને વિચરતા જોવા મળ્યા છે..

મહત્વપૂર્ણ છે કે પીપાવાવ ઉદ્યોગ ઝોન આસપાસ સિંહોનો વસવાટ વધતા સ્થાનિકો ચિંતિત જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ આ સમગ્ર વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. જાણે જંગલ હોય તેવી રીતે લટાર મારતા સિંહ જોવા મળ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. અમરેલી વિસ્તારનો આ વીડિયો છે. જેમાં પીપવાવ પોર્ટમાં રાત્રિ દરમ્યાન 5 સિંહ ફરતા દેખાઈ રહ્યા છે. દરિયાકાંઠો બારેમાસ ઠંડો વિસ્તાર રહેતો હોવાના કારણે વાતાવરણ સિંહ અને માફક આવી ગયું છે અને એમનો વસવાટ વધી રહ્યો છે. સિંહ સામાન્ય રીતે હુમલો કરવાની કોશિશ ક્યારેક ભાગ્યે જ કરે છે તેવું જોવા મળતું હોય છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video