પીપાવાવ પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયા બાદ ડીઆઇઆરની તપાસ તેજ, ડીઆઇજીએ લીધી પોર્ટની મુલાકાત

|

Apr 30, 2022 | 7:33 PM

પીપાવાવ પોર્ટ પર સુતરની દોરીમાં ડ્રગ્સ લગાવી ઘુસાડવાની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા છે. પહેલી વખત પીપાવાવ પોર્ટ પર ડીઆઇઆરના વડા પહોંચ્યા છે. જેમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા  મેગા ઓપરેશન કરનારા ઓફિસરો સાથે પણ તેમણે ચર્ચા કરી હતી.

ગુજરાતના પીપાવાવ પોર્ટ(Pipavav Port)પરથી ઝડપાયેલા ડ્રગ્સના(Drugs)કેસમાં ડીઆરઆઇના(DIR)ડીજીપી તપાસ માટે પહોંચ્યા છે. તેમજ ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી જાણવા માટે ડીઆરઆઇએ તપાસ હાથ ધરી છે. કારણ કે પીપાવાવ પોર્ટ પર સુતરની દોરીમાં ડ્રગ્સ લગાવી ઘુસાડવાની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા છે. પહેલી વખત પીપાવાવ પોર્ટ પર ડીઆઇઆરના વડા પહોંચ્યા છે. જેમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા  મેગા ઓપરેશન કરનારા ઓફિસરો સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. તેમજ સ્થાનિક પીપાવાવ કસ્ટમ વિભાગ દ્વારા અત્યાર સુધી આ કન્ટેનર પાર્કિગ કરેલું હતું તો કેમ ચેક ન કર્યું તેને લઈ પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરી રહ્યા છે.

ગુજરાતની જળસીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે… અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે… ઉત્તરાયણમાં જેમ પતંગની દોરી પર રંગ ચઢાવાય છે.તેમ ભેજાબાજ આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો.. જો કે, DRI, કસ્ટમ વિભાગ અને ATS સામે ડ્રગ્સ માફિયાઓની આ યુક્તિ ચાલી નહીં…. પાંચ મહિના પહેલાં આ કન્ટેનર પોર્ટ પર આવી ગયું હોવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાંથી નશીલી દવાનો જથ્તો પણ મળ્યો છે…મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાતા હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓએ પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે

આ પણ વાંચો :  Gujarat ના 62માં સ્થાપના દિવસની 1લી મેના રોજ પાટણમાં થશે ઉજવણી, તડામાર તૈયારીઓ

આ પણ વાંચો : અમદાવાદ : શાકભાજી વેચતા વ્યક્તિની કિડનીમાંથી 250થી વધુ પથરીનું તબીબોએ સફળ ઓપરેશન કર્યું

Next Video