અમરેલીના ધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના MLA એ માંડ્યો મોરચો, જનતા રેડ કરવાની ઉચ્ચારી ચીમકી- Video

| Edited By: | Updated on: Jun 12, 2026 | 8:23 PM

અમરેલીના ધારીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેની સામે હવે ભાજપના નેતાએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિતના નેતાઓએ પ્રાંત અધિકારીને મળીને આવેદનપત્ર પાઠવ્યુ.

અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂના દૂષણ અને બુટલેગરોના આતંક વિરૂદ્ધ ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડીયાની આગેવાનીમાં એક વિશાળ મોરચો મંડાયો. પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને કડક આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.

આપને જણાવી દઈએ કે ધારીના વેકરીયા પરામાં દારૂના નશામાં ચૂર અસામાજિક તત્વોએ ખેતરમાં ઘૂસીને બે નિર્દોષ ખેડૂતો પર જીવલેણ હુમલો કર્યો હતો જેથી લોકોમાં આક્રોશ છે. જેથી જ દેશી-વિદેશી દારૂના નેટવર્કને તોડી પાડવા અને માતેલા સાંઢ જેવા બુટલેગરો સામે દાખલારૂપ પાસા હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવાની માગ ઉઠી છે.

લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કેર તો હવે જનતા પોતે કાયદો હાથમાં લેશે અને જનતા રેડ પાડશે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અસામાજિક તત્વો પર ક્યારે કાર્યવાહી કરે છે.

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Follow Us