Amreli Breaking News : એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત ! ફોરેસ્ટરની કરાઈ બદલી
ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી.
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોતના મામલે વન વિભાગની બેદરકારી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સિંહણના મોત બાદ થયેલી તપાસમાં પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં ગંભીર ખામીઓ સામે આવતા ફોરેસ્ટરની તાત્કાલિક બદલી કરવામાં આવી છે.
ગર્ભવતી સિંહણનું પણ મોત
માહિતી મુજબ, ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી. જેના કારણે સિંહણની સ્થિતિ અંગે સમયસર જાણકારી મળી શકી નહોતી.
ઘટનાને લઈને ફોરેસ્ટરની તાત્કાલિક બદલી
એક તરફ ગીરમાં બેબેસિયા જેવા વાયરસના કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ વન વિભાગની બેદરકારીના કારણે ગર્ભવતી સિંહણનું મોત થતાં સિંહ સંરક્ષણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે.