Breaking News : અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી અને ઠંડકનો માહોલ, જુઓ Video

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે. અમરેલી શહેર સહિત બાબરા અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

| Updated on: Jun 20, 2026 | 7:50 PM

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લામાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ગરમી અને બફારા બાદ અમરેલી શહેર તેમજ આસપાસના વિસ્તારો અને બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરસાદી માહોલને પગલે સમગ્ર અમરેલી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. બાબરાના દરેક ખાખરીયા સહિતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ગરમી બાદ વરસાદના આગમનથી સ્થાનિકોને મોટી રાહત મળી છે. જોકે, ટૂંકા ગાળામાં વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ એકંદરે આ વરસાદથી ધરતીપુત્રો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે.

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય

Follow Us