Amreli : બગસરાના મૂંજીયાસર ગામનો બની વિચિત્ર ઘટના, 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો છે.
ગુજરાતમાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો છે. વાલીઓએ પૂછતા વિદ્યાર્થીઓએ વાત છુપાવી હતી. મૂંજીયાસરના સરપંચે શાળાના આચાર્યને સમગ્ર ઘટનાની જાણ કરતા આખો મામલો સામે આવ્યો છે. જો કે ક્યાં કારણોસર વિદ્યાર્થીઓએ હાથ કાપ્યા તે અકબંધ છે. સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે.
40 વિદ્યાર્થીઓએ હાથ પર માર્યા કાપા !
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીઓએ હાથ કાપા માર્યાની ઘટના સામે આવતા ચકચારી મચી છે. આ સમગ્ર ઘટના મૂંજીયાસર ગામમાં બની હતી. બાળકોએ કેમ એક સાથે હાથ પર આ પ્રકારના કાપા માર્યા છે. તે એક કોયડો બની ગયો છે. આ ઘટના બનતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારતા તેની જાણ સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. હવે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરશે.