Amreli:  લીલીયાના યુવકે ફોઈના બે દીકરાના ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

Amreli: લીલીયાના યુવકે ફોઈના બે દીકરાના ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

| Edited By: | Updated on: Jul 10, 2022 | 9:03 AM

વીડિયોમાં યુવક કહે છે કે મારી ફોઇના બે દીકરા મને ધમકીઓ આપે છે. તેમના ત્રાસથી હું આપઘાત કરું છું. તેમણે એમ પણ કહ્યું છે કે જે કોઇને આ વીડિયો મળે તે આ વીડિયો પોલીસમાં આપી દે, સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ બંને છૂટવા ન જોઈએ.

અમરેલી (Amreli) જિલ્લાના લીલીયાના એક યુવકે તેના સંબંધીઓના ત્રાસ (torture) ને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે. યુવકે આત્મહત્યા કરતાં પહેલાં વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો ઉતારી યુવકે આત્મહત્યા કરી લીધી હતી. વીડિયોમાં યુવકે આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું છે. આ વીડિયોમાં યુવકે આત્મહત્યા કરવા મજબુર કરવા માટે 2 લોકો જવાબદાર છે તેવો ઉલ્લેખ કર્યો છે. યુવકનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે તેની ફોઈના બે દીકરાઓના ત્રાસથી આ પગલું ભરવા જઈ રહ્યો છે. વીડિયોમાં યુવક કહે છે કે મારી ફોઇના બે દીકરા મને ધમકીઓ આપે છે. તેમના ત્રાસથી હું આપઘાત કરું છું. તેમણે એમ પણ કહ્યું છે કે જે કોઇને આ વીડિયો મળે તે આ વીડિયો પોલીસમાં આપી દે, સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ બંને છૂટવા ન જોઈએ.

મૃતક રાકેશના ફોઇના દીકરા રવિની પત્નીને કોઈ સાથે પ્રેમ સબંધ છે તે બાબતની જાણકારીનું મનદુઃખ રાખી ત્રાસ અપાતો હોવાની જાણકારી મળી રહી છે. મૃતક રાકેશભાઈનાં પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને પકડી લેવાની તજવીજ હાથ ધરી છે. મૃતકની માતાએ જણાવ્યું હતું કે રાકેશને તેના સંબંધીઓ ધમકી આપતા હતા અને મરાવી નાખવાનું કહેતા હતા. ઉલ્લેખનીય છે કે રાકેશના મોટા ભાઈએ પણ થોડા વર્ષો પહેલાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હવે રાકેશે પણ આપઘાત કરી લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાકેશના મોતથી તેના સંતાનો નોધારાં થઈ ગયાં છે.

Published on: Jul 10, 2022 09:02 AM