Gujarati Video : તહેવારમાં વતન જતા સુરતીઓ માટે માઠા સમાચાર, મેગા બ્લોકના કારણે 25 થી વધુ ટ્રેનો રદ
ઉધના રેલવે સ્ટેશન પર 4 થી 6 માર્ચ સુધી મેગા બ્લોકના કારણે 25 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હોળી ધૂળેટીમાં વતન જતા લોકો માટે માઠા સમાચાર છે. ઉધના રેલવે સ્ટેશન પર 4 થી 6 માર્ચ સુધી મેગા બ્લોકના કારણે 25 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પ્રેરણા એક્સપ્રેસ, મુંબઈ નંદુર બાર ટ્રેનો રદ થશે. તો બાંદ્રા જામનગર અને મુંબઈ અમદાવાદ સેન્ટ્રલ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.
ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેક અપગ્રેડેશનની કામગીરીને કારણે ટ્રેનો રદ
જો રવિવારની વાત કરીએ તો વડોદરા વલસાડ, સુરત ઈન્ટરસિટી,કર્ણાવતી ટ્રેન અને ફ્લાઈંગ રાની સહિત કુલ 25 ટ્રેનો બંધ રહેશે.અને સોમવારે બોરીવલી અમદાવાદ,બાંદ્રા ભાવનગર, બાંદ્રા અજમેર અને દહાણુ ટ્રેન પણ બંધ રહેશે.
થોડા દિવસો અગાઉ પશ્ચિમ રેલવે દ્વારા જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી હતી.