Gujarati Video : રાજ્યમાં ‘નલ સે જલ ‘ યોજનાની સફળતાની ચમકથી હજુ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારો વંચિત, જુઓ Video માં પાણીની પારાયણ

| Edited By: | Updated on: Mar 01, 2023 | 8:37 AM

સ્થાનિકોનો આક્ષેપ છે કે તે છેલ્લા 12 વર્ષથી તેઓ નળમાં જળ આવશે તેની રાહ જોઇને બેઠા છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે છતાં હજી પાણી આવ્યું નથી. જેથી તેમને ન છૂટકે ગામના એક માત્ર હેન્ડ પંપના સહારે જ જીવવું પડે છે.

બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર તો પુરી થઈ ગઈ છે. પરંતુ અહીં નળ તો પહોંચ્યા છે પણ પાણીની રાહ જોતા લોકોની આંખો સુકાઇ ગઇ છે. અંતરિયાળ ગામોમાં ઘરે ઘરે નળ આવ્યા ત્યારે લોકોના હૈયામાં હરખ સમાતો ન હતો. પણ પછી ખબર પડી કે ખાલી નળ જ આવશે તેમાં પાણી નહીં આવે.

આ પણ વાંચો :Gujarati Video: બનાસકાંઠાના ભાભર-સૂઈગામ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક કિશોર સહિત બેના મોત, Videoમાં કેદ થયા કરુણ દ્રશ્યો

સ્થાનિકોનો આક્ષેપ છે કે તે છેલ્લા 12 વર્ષથી તેઓ નળમાં જળ આવશે તેની રાહ જોઇને બેઠા છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે છતાં હજી પાણી આવ્યું નથી. જેથી તેમને ન છૂટકે ગામના એક માત્ર હેન્ડ પંપના સહારે જ જીવવું પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠાના વાસ્મો વિભાગની લાખોની નલ સે જલ યોજના તો સાકાર કરાઇ પણ ક્યારેય પાણી નથી આવ્યું. પાણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોનું કૌભાંડ થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યાં છે.

તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ નલ સે જલ યોજનામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે ખાલી ઘર આગળ નકલી ચકલી ઉભી કરી લોકોને છેતરવામાં આવ્યાં છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે.

Published on: Mar 01, 2023 08:32 AM