અમદાવાદને (Ahmedabad) ફાટકમુક્ત કરવાની દિશામાં AMCએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાની (AMC) રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના નિર્ણય અંતર્ગત ફાટકમુક્ત અભિયાન અંતર્ગત શહેરમાં ત્રણ અન્ડરબ્રિજ બનાવવામાં આવશે મકરબા, હેબતપુર અને બુટભવાની ખાતે આ અન્ડરબ્રિજ (Under bridge) બનાવવામાં આવશે. આ ત્રણેય સ્થળે આવેલા રેલવે ક્રોસિંગને ફાટકમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી AMCએ આ નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટ માટે અડધો ખર્ચ ભારત સરકાર એટલે કે રેલવે વિભાગ અને અડધો ખર્ચ રાજ્ય સરકાર (Gujarat govt) ભોગવશે. આ માટે કુલ 308 કરોડના નવા કામો મહાનગરપાલિકાની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ (road and buildeing committee) મંજૂર કર્યા છે. આ ઉપરાંત આગામી 15 સપ્ટેમ્બર પહેલા શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની સૂચના પણ જે-તે વિભાગને આપી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે વધુ એક નિર્ણય લીઘો છે. અમદાવાદ અને સુરત માં વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ (Town Planning Scheme) ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત ના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટીપી સ્કીમને મંજૂર કરતો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવારમાં 4 ટાઉન પ્લાનીંગ સ્કીમ અને સુરતમાં એક સ્કીમને મંજૂર કરાઈ હોવાની જાણકારી અપાઈ છે. જેને લઈ બંને શહેરોમાં નવા રસ્તાઓનુ ઝડપી અમલીકરણ થઈ શકશે અને સાથે જ આંતરમાળખાકીય સવલતો મળશે. આ ઉપરાંત 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ થશે.