Gujarati Video : AMCની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ, યોજનાને સારો પ્રતિસાદ મળતા નિર્ણય

|

May 18, 2023 | 1:31 PM

અમદાવાદ (Ahmedabad) મનપાની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ છે. યોજનાને સારો પ્રતિસાદ મળતા તેને વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે. જેથી 31 મે સુધી શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે.

અમદાવાદમાં (Ahmedabad) ટેક્સ ન ભરનાર કરદાતાઓ માટે AMC દ્વારા ઇન્સેન્ટીવ રીબેટ યોજના શરુ કરાઇ છે.  આ યોજના હેઠળ જુના ટેક્સ પર વ્યાજ માફીનો લાભ કરદાતાઓને મળે છે. અમદાવાદ મનપાની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ છે. યોજનાને સારો પ્રતિસાદ મળતા તેને વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે. જેથી 31 મે સુધી શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો-Gujarati Video : જામનગરમાં પોસ્ટ વિભાગના અધિકાર પર મિલિભગતનો આક્ષેપ, પોસ્ટ વિભાગે શરુ કરી ખાતાકીય તપાસ

રીબેટ યોજના અંતર્ગત AMC દ્વારા 12 થી 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પહેલી એપ્રિલે યોજનાનો પ્રારંભ થયો અને અત્યાર સુધી અમદાવાદ મનપાને 628 કરોડની ભારે આવક થઈ છે. 4 લાખ 19 હજાર લોકોએ ટેક્સ રિબેટ સ્કીમનો લાભ લીધો. જેથી આ સ્કીમને લંબાવવાનો મનપાના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video