Ahmedabad: કોરોના સંક્રમણના વધતા જોખમને ટાળવા AMCના પ્રયાસો, ઓટો રિક્ષા દ્વારા નિયમોની માહિતી ફેલાવવાનું શરુ

|

Jan 23, 2022 | 7:07 AM

અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જોખમને લઈને AMC દ્વારા આ જોખમને ટાળવા બનતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)માં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. અમદાવવાદમાં દિવસે દિવસે કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. લોકોની કોરોનાના નિયમો (Corona Guideline)પ્રત્યેની બેદરકારી કોરોનાની આફતને નોંતરી રહી છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા ઓટો રિક્ષા દ્વારા અનાઉન્સમેન્ટ કરીને કોરોનાના નિયમો પ્રત્યેની જાગૃતિ આપવાનું શરુ કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જોખમને લઈને AMC દ્વારા આ જોખમને ટાળવા બનતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. AMC દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ દ્વારા લોકોને કોરોનાના નિયમો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટેની લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર એકમો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કે ફેક્ટરીમાં નિયમોનું પાલન નહીં થાય તો પગલાં લેવાની પણ સૂચના અપાઈ રહી છે.

બીજી તરફ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. જેથી માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય. આ સાથે જ જાહેર સ્થળોએ ભીડ એકઠી ન થાય તે માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવે છે.

મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ અમદાવાદમાં 8194 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 22 જાન્યુઆરીએ કોરોનાથી 5 દર્દીઓના મોત થયા હોવાનું ચોપડે નોંધાયુ છે. અમદાવાદ જિલ્લામાં પણ 22 જાન્યુઆરીએ કોરોનાના 138 કેસ સામે આવ્યા છે અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. ત્યારે અમદાવાદમાં સંક્રમણ ઓછુ થાય તે માટે AMC દ્વારા બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-

SURAT : રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022’ માટે પસંદગી, PM અન્વી-માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે

આ પણ વાંચો-

Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન

Next Video