Ahmedabad : દૂર્ઘટના બાદ કોર્પોરેશન એક્શનમાં, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી નહીં કરી શકે બિલ્ડર

Ahmedabad : દૂર્ઘટના બાદ કોર્પોરેશન એક્શનમાં, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી નહીં કરી શકે બિલ્ડર

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 7:26 AM

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં કામગીરી ચાલતી હતી. તે દરમિયાન માંચડો તૂટતા એક સાથે સાત મજૂર મોતને ભેટ્યા.

અમદાવાદ શહેરમાં થયેલી દૂર્ઘટનામાં સાત મજૂરના બાદ કોર્પોરેશન (Ahmedabad Municicpal corporation) પણ એક્શનમાં આવી છે અને એસ્પાયર-2ની કામગીરી સામે પગલાં લેવાયા છે. અમદાવાદ કોર્પોરેશને બિલ્ડિંગમાં (Building) કામગીરી કરવાની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે. એટલે કે, હવે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી બિલ્ડર અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરી શકશે નહીં.

પોલીસે બિલ્ડરની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી

મહત્વનું છે કે,ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં કામગીરી ચાલતી હતી. માંચડો તૂટતા એક સાથે સાત મજૂર મોતને ભેટ્યા અને હજુ પણ એક મજૂર હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.જો કે આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Ahmedabad police) સાઈટ કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, સબ કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલ સામે ફરિયાદ નોંધી છે. ત્રણેય આરોપીની પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.તમને જણાવી દઈએ કે,પોલીસે આઈપીસી 304,114 કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ACP એલ.બી.ઝાલાએ આપ્યા હતા તપાસના આદેશ

ACP એલ.બી.ઝાલાએ તપાસની ખાતરી આપી છે અને કહ્યું કે આ ઘટનામાં બેદરકારી અંગે પોલીસ ગુનો દાખલ કરશે.સાથે જ તેણે FSLની ટીમ સાથે મળીને તપાસ કરી રહી હોવાનુ પણ જણાવ્યુ.એડોર ગ્રુપ અને તેના સહયોગી સામે હાલ તપાસ ચાલી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">