Ahmedabad : રિક્ષાચાલકોએ CNG માં ભાવવધારા સામે વિરોધ દર્શાવ્યો, ભાવવધારો પરત ખેંચવા માંગ
ગુજરાતમાં (Gujarat) પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા બાદ હવે CNGના ભાવ માં અદાણી તોતિંગ વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ અદાણી CNGનો ભાવ 81.59 રૂપિયા થઈ ગયો છે. અદાણી સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો. જે વધીને 81.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારો સામાન્ય જનતા અને રિક્ષાચાલકોને પોસાય તેમ નથી.
અમદાવાદના(Ahmedabad) મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષાચાલકોએ(Rickshaw drivers) આ ભાવવધારા સામે વિરોધ(Protest) દર્શાવ્યો છે..પહેલેથી જ CNGના ભાવમાં ઘટાડાની રિક્ષાચાલકોની માગણી છે. તેમ છતાં ભાવ ઘટાડવાની જગ્યાએ વધારવાની નીતિ યથાવત્ રહેતાં રિક્ષાચાલકોએ હવે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..રિક્ષાચાલકોની સરકાર સમક્ષ માગણી છે કે CNGમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અથવા રિક્ષાચાલકોને સબસિડી આપવામાં આવે.ગુજરાતમાં માં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક કમરતોડ ઝટકો લાગ્યો છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા બાદ હવે CNGના ભાવ માં અદાણી તોતિંગ વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ અદાણી CNGનો ભાવ 81.59 રૂપિયા થઈ ગયો છે. અદાણી સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો. જે વધીને 81.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારો સામાન્ય જનતા અને રિક્ષાચાલકોને પોસાય તેમ નથી. સીએનજીના અસહ્ય ભાવ વધારાને પગલે રિક્ષાચાલકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક વર્ષ પહેલા જે ભાવે પેટ્રોલ મળતું હતું તે ભાવે અત્યારે સીએનજી મળી રહ્યો છે. જેથી હવે લોકો માટે વાહન ચલાવવું વધારે મોંઘું બન્યું છે.
સીએનજીમાં ભાવ વધારા બાદ અમદાવાદ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનએ રિક્ષા ભાડામાં સ્વયંભૂ વધારો કર્યો હતો. જેમાં મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કર્યું છે. જ્યારે રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કર્યું છે. તેમજ સરકાર અને મંત્રીને ભાડા વધારા અંગે રજૂઆત કરવા છતાં ભાડું નહીં વધારતા સ્વયંભૂ ભાડું વધાર્યું છે.
1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે દિવસ પહેલાં ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક સાથે રૂ. 6.45 નો ભાવ વધારો ઝીંક્યો હતો, જેથી નવો ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. ગુજરાત ગેસના CNGનો જૂનો ભાવ 70.53 હતો.
આ પણ વાંચો : Junagadh :10 એપ્રિલે ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે
આ પણ વાંચો : Ahmedabad : સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવતી ટોળકીનો એક સાગરિત ઝડપાયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો