TRP મોલમાં આગની ઘટનાનો મામલો, PG ચલાવવાને લઈ તપાસના આદેશ અપાયા

|

Mar 24, 2024 | 1:11 PM

અમદાવાદના TRP મોલમાં આગ લાગવાની ઘટનાને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બોપલમાં આવેલ મોલમાં જ PG ચલાવવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. જેને લઈ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યુ છે કે, મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં.

બોપલમાં આવેલ મોલમાં આગની ઘટના સર્જાઈ હચી. જે મોલમાં જ PG ચલાવવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. જેને લઈ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યુ છે કે, મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં. ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, જો મોલમાંથી આવા કોઇ પૂરાવાઓ જણાશે તો ચોક્કસથી કાર્યવાહી કરાવમાં આવશે. મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં.

આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

Tv9 ના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે અને AMCએ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. TRP મોલમાં PG ચાલતુ હોવાના Tv9 એ અહેવાલ રજૂ કર્યા બાદ AMC એ તપાસના આદેશ આપ્યા છે. જ્યાં આગ લાગી હતી ત્યાં જ બાજીમાં PG ચલાવવામાં આવતુ હતુ આગ લાગવાને લઈ PG માંથી 100 થી વધારે યુવતીઓને રવાના કરવામાં આવી હતી. જેને લઈ હવે ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, અમે તપાસના આદેશ આપી રહ્યા છીએ, મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 10:33 am, Sun, 24 March 24

Next Video