આજનું હવામાન : સ્વેટર સાથે છત્રી અને રેઈનકોટ તૈયાર રાખજો ! અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી, જુઓ Video

| Updated on: Jan 22, 2025 | 7:35 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટી શકે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટી શકે તેવી સંભાવના છે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં રહ્યું છે. ત્યારે દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે.

માવઠાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. રાજ્યમાં 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં 22, 23 અને 24 તારીખે વાદળો છવાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મોરબી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Jan 22, 2025 07:35 AM