Ambalal Patel Prediction : રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદના (Rain) કોઈ એંધાણ નથી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર થશે. ત્યાર બાદ બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. જેના પરિણામે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઓગસ્ટ મહિનામાં સરેરાશ બે ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો