વરસાદ ખેંચાવાના પગલે આગામી સમયમાં બનાસકાંઠામાં સર્જાશે જળ સંકટ.ચાલુ ઓગસ્ટ માસમાં વરસાદ નહીં પડતા દાંતીવાડા સિવાય મોટાભાગના ડેમમાં પાણી નહિવત છે.જેથી બનાસકાંઠામાં સિંચાઈનો પ્રશ્ન ઉભો થશે અને ખેડૂતોને ઉનાળુ અને શિયાળુ પાક માટે ડેમમાંથી સિંચાઈનું પાણી નહીં મળી શકે.બીજી તરફ વરસાદ ન થવાના કારણે ખેડૂતોનો પાક બળી જવાના આરે છે...આગામી એક અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.સિઝનમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ બાજરી, મગફળી, ગવાર, એરંડા સહિતના પાકોની વાવણી કરી હતી પરંતુ હવે મોટાભાગના બિયારણ અને ખર્ચા કરીને કરેલા પાકોનું વાવેતર નિષ્ફળ જશે, જેથી બનાસકાંઠાના ખેડૂતોએ સરકાર પાસે મદદની માગ કરી હતી.