Ambalal Patel prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી જુલાઈના અંત સુધી પડશે ભારે વરસાદ, જુઓ Video

|

Jul 16, 2023 | 1:59 PM

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. તેનો સીધો મારો પશ્ચિમ તરફ થશે અને દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તેની અસર રહેશે.

Gujarat Rain : આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. તેનો સીધો મારો પશ્ચિમ તરફ થશે અને દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તેની અસર રહેશે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉતર બંગાળની ખાડી સુધી એક ટ્રફ પણ રચાશે. જેના કારણે દેશના મધ્ય ભાગમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં 17 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે.

આ પણ વાંચો Gujarat video : ગુલ્લી મારતા તલાટીઓ હવે સાવધાન! ગેરહાજર રહેતા તલાટીઓ સામે પંચાયત વિભાગ કરશે કાર્યવાહી

મહેસાણાથી લઈ ચોટીલા સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી 20 જુલાઈના બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશનનુ લેન્ડફોલ ઓડિસાના ભાગોમાં થશે. જેના કારણે છતીસગઢના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. તેમજ 30 જુલાઈ આસપાસ પણ એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video