અંબાજી બનશે સૌથી ભવ્ય શક્તિપીઠ, 2000 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, જુઓ

|

Dec 16, 2023 | 7:25 PM

શક્તિપીઠ અંબાજીને વધુ ભવ્ય બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે આ માટે થઈને રાજ્ય સરકારે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરી છે. આ સાથે જ હવે અંબાજીના નવા ડેવલમેન્ટ પ્લાનને તૈયાર કરવમાં આવ્યો છે. જેના થકી આગામી ત્રણ વર્ષમાં જ અંબાજીને વધુ ભવ્ય બનાવવામાં આવશે. અંબાજીમાં નવા 6 ટીપી લાગુ કરવામાં આવશે સાથે જ જય માં કોરીડોર પણ તૈયાર કરવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લા ક્લેકટરે આ અંગેની માહિતી મીડિયાને આપી હતી. તેઓએ આપેલ માહિતી અનુસાર અંબાજીને વધુ ભવ્ય વિસ્તાર બનાવવામાં આવશે. આ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. અંબાજીને પૌરાણિક પ્રવાસન થીમ આધારિત કાયાકલ્પ કરવામાં આવનાર છે. એરિયા ડેવલપમેન્ટ હેઠળ રાજ્ય સરકાર અંબાજીમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ ઝડપથી શરુ કરવા જઈ રહી છે.

અંબાજીના વિકાસથી દેશ અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને સરળતા અને સુવિધાઓ વધુ પ્રાપ્ત થશે. લગભગ 2 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગટર અને પાણીની વ્યવસ્થા સહિત રોડ અને રસ્તા અને નવા બાંધકામના આયોજનને લઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ગબ્બર થી લઈને અંબાજી મંદિર સુધીના વિસ્તારને સુંદર રીતે તૈયાર કરવામાં આવશે. જેનાથી સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોની રોજગારીમાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ 1 કરોડનું દેવું થઈ જતા 65 લાખની લૂંટનું રચ્યુ તરકટ, ફરિયાદી જ આરોપી નિકળ્યો

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:24 pm, Sat, 16 December 23

Next Video