બનાસકાંઠા : કોરોના મહામારીને પગલે અંબાજી મંદીર 15થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે

|

Jan 13, 2022 | 10:56 PM

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ આંક 200 નજીક પહોંચી ચૂક્યો છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવાયો છે.

બનાસકાંઠા : કોરોના મહામારીએ ફરી ચિંતાનું મોજું પ્રસરાવી દીધું છે. ફરી કોરોના મહામારીને પગલે મંદીરો બંધ કરવાની ફરજ પડી રહી છે. કોરોના મહામારીને પગલે અંબાજી મંદીર ફરી એકવાર બંધ કરવામાં આવશે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગબ્બર, અંબાજી મંદિર અને ટ્રસ્ટના મંદિરો બંધ રાખવામાં આવશે. મંદીર ટ્રસ્ટ દ્વારા પ્રેસ નોટ જાહેર કરાઈ છે. જેમાં મંદીર બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. નોંધનીય છેકે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મંદીર બંધની જાહેરાત કરાઈ છે. સવાર-સાંજની આરતીનું ઓનલાઇન દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટનુ અંબિકા ભોજનાલય ચાલું રહેશે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ આંક 200 નજીક પહોંચી ચૂક્યો છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવાયો છે. અને, સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતીનું જીવંત પ્રસારણ કરાશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ થઇ છે.

આ પણ વાંચો : ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની કાર્યકરો સાથે બેઠક, સ્વાગતના ઉત્સાહમાં ભૂલાયા નિયમો

આ પણ વાંચો : ગાંધીનગરઃ વકીલોને કોર્ટમાં પ્રવેશ ન આપતા વિરોધ, ઓનલાઇન કામગીરી માટે કોર્ટમાં આવવા દેવા રજૂઆત

Next Video