Banaskantha : અંબાજી પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર, મુખ્ય પૂજારીએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

| Edited By: | Updated on: Mar 12, 2023 | 9:36 AM

સમગ્ર વિવાદને લઈને અંબાજી ગાદી ટ્રસ્ટ સાથે વાતચીત કરતા તેઓએ સરકારના નિર્ણય સાથે હામી ભરી છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યુ કે મોહનથાળ બંધ કરવાથી કોઈ પણ પરંપરા તૂટી નથી.

Prasad Controversy : અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. મંદિરના મુખ્ય પૂજારીએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જી હા સમગ્ર વિવાદને લઈને અંબાજી ગાદી ટ્રસ્ટ સાથે વાતચીત કરતા તેઓએ સરકારના નિર્ણય સાથે હામી ભરી છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યુ કે મોહનથાળ બંધ કરવાથી કોઈ પણ પરંપરા તૂટી નથી.

મોહનથાળ બંધ કરવાથી કોઈ પણ પરંપરા તૂટી નથી

તો વધુમાં જણાવ્યુ હતુ કે, 1960માં અંબાજી મંદિર સરકાર હસ્તક આવ્યુ,ત્યારથી અમારો પરિવાર અહિં પૂજા અર્ચના અને સેવા કરે છે.અઠવાડિયામાં 7 દિવસ દરમિયાન જુદા -જુદા પ્રસાદ ધરાવવામાં આવે છે.પહેલા સીમિત ભક્તો આવતા હતા અને ભક્તો આવે તેને ભેટ સ્વરૂપે ચૂંદડી આપવામાં આવતી હતી. સમય જતાં અંદાજે 1984ની આસપાસ સરકારે નિર્ણય બદલ્યો અને લોકોના ધસારાને જોઈને ત્યારથી મોહનથાળ ભેટ સ્વરૂપે આપવાનું ચાલુ કર્યું.દર્શનાર્થી અહિં આવે અને જે ભેટ લખાવે તેને મોહનથાળ આપવામાં આવતો.

તો સાથે જ જણાવ્યું કે મોહનથાળ મીઠાઈ તરીકે ઉપયોગ થતો હતો.પ્રસાદ તો રાજભોગમાં ધરાવવામાં આવે તેને જ માનવામાં આવે છે. એટલે સરકારના નિર્ણયથી માતાજીની પરંપરામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોવાનો ગાદીપતિનો દાવો છે.

હાઇકોર્ટમાં દાખલ થઈ શકે છે PIL

બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ બંધ થવાનો વિવાદ હવે વકર્યો છે. માહિતી મુજબ આવતા મંગળવારે હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે. મહત્વનું છે કે હોળી ધુળેટી રજા હોવાથી આવતા અઠવાડિયામાં અરજી દાખલ કરવામાં આવશે.

(વીથ ઈનપુટ- રોનક વર્મા, અંબાજી)

Published on: Mar 12, 2023 08:58 AM