Ambaji : કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ

| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:35 PM

અંબાજીના કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવજીને વિવિધ વ્યંજનોનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.ધાર્મિક ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા નીકળી હતી

ગુજરાતના(Gujarat)  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના(Ambaji)  કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની(Mahashivratri)  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવજીને વિવિધ વ્યંજનોનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.ધાર્મિક ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા નીકળી હતી. તમામ શિવાલયોમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફરાળી શીરાનો પ્રસાદ બનાવીને મોકલ્યો હતો. જે પ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો.

ઉલ્લેખનીય છે, આ ઉપરાંત ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રિ આજે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ભોલે દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયો માં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળશે. રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ કોરોનાકાળને કારણે બે વર્ષથી સોમનાથમાં મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી ઉત્સાહમાં શિવરાત્રિ પહેલા જ સોમનાથ તીર્થમાં ભાવિકો ઉમટી રહ્યાં છે.

આ પણ વાંચો : Surat : આરટીઓ મેમોની દંડ ભર્યાની બોગસ રસીદ દ્વારા પોલીસને જ ચૂનો લગાવવાનું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો : પાલનપુરના પ્રસિદ્ધ યાત્રાધામ બાજોઠીયા મહાદેવની 27 ફૂટ ઉંચી શિવજીની મૂર્તિ, જુઓ Photos