સુરતની સભામાં ફરી નામ લીધા વિના અલ્પેશ કથિરીયાએ ગણેશ જાડેજા પર તાક્યુ નિશાન- Video

તાજેતરમાં જ અલ્પેશ કથિરિયાએ ગોંડલની મુલાકાત લીધી હતી. આ સમયે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ તેને કાળા વાવટા બતાવી ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યારે અલ્પેશ કથિરીયાએ જણાવ્યુ છે કે હવે ફરી ગોંડલ જાઉ ત્યારે એકપણ ગાડીને નુકસાન નહીં થાય.

| Edited By: | Updated on: May 01, 2025 | 8:02 PM

ગોંડલની મુલાકાત બાદ અલ્પેશ કથિરીયાએ ફરી એકવાર ગોંડલના ગણેશ જાડેજા પર સૌથી મોટો પ્રહાર કર્યો છે. સુરતની એક સભામાં અલ્પેશે નામ લીધા વગર ગોંડલના ગણેશ જાડેજાને આડે હાથ લીધો. અલ્પેશે કહ્યું, ગોંડલ કોઇ એક પરિવાર કે સમાજની જાગીર નથી અને અમને ગોંડલમાં આવતા-જતા કોઇ નહીં રોકી શકે. અલ્પેશે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વ્યક્તિ ગોળી ખાઇ લેશે, પરંતુ મા-બેન પર ગાળ નહીં ખાય.

અલ્પેશ આટલેથી ન અટક્યો. અલ્પેશે ખાતરી આપી, કે હવે જ્યારે ગોંડલ જઇશું ત્યારે એકપણ ગાડીને નુકસાન નહીં થાય. એટલું જ નહીં કોઇપણ વ્યક્તિ કાર્યકરનો કોલર પણ નહીં પકડી શકે તેવો દાવો પણ કરી નાખ્યો.

વાર-પલટવાર બાદ હવે અલ્પેશના નિવેદને ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડી દીધો છે. ગોંડલથી શરૂ થયેલા વિવાદના ગાંધીનગર સુધી પડઘા પડઘા પડી શકે છે. ત્યારે કથીરિયાને ગોંડલના ગણેશ જાડેજા શું જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

તાજેતરમાં ગોંડલમાં અલ્પેશ કથિરીયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામ સામે આવી ગયા હતા અને અલ્પેશ કથિરીયાની કારમાં તોડફોડ થઈ હતી. આ મામલે હવે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધાયો છે. રાષ્ટ્રધ્વજના અપમાન બદલ ગોંડલના હિતેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે. હિતેષ રાઠોડ સામે ફરિયાદ છે કે તેણે રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકી દીધો હતો. જો કે પોલીસે વિશેષ અધિકાર ન હોવા છતાં કાર પર રાષ્ટ્રઘ્વજ લગાવવા બદલ કાર માલિક સામે પણ ફરિયાદ નોંધી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો