યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં હવે લેસર શો નિહાળવા મળશે, કરાયું ટેસ્ટીંગ, જુઓ
ભક્તોને શામળાજી મંદિર દર્શને જવા દરમિયાન લેસર શો નિહાળવા મળશે. જેમાં શામળાજીના પૌરાણિક ઇતિહાસ અને મહત્વ સહિત રાજ્યના મહત્વના યાત્રાધામના ઇતિહાસ પણ દર્શાવવામાં આવશે. શામળાજી મંદિરના ટ્રસ્ટી મંડળે આ પ્રોજેક્ટને શરુ કરવામ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી અથાગ પ્રયાસો કર્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે લેસર શોની શરુઆત કરવામાં આવનાર છે. આ માટેના તમામ આયોજન કરવામાં આવ્યા છે અને લેસર શોને લઈ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. પ્રસિદ્ધ શામળાજી મંદિર માટે રાજ્યના દેવસ્થાન અને પ્રવાસ વિભાગ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. લેસર શો માટે પણ રાજ્ય સરકારે પ્રોજેક્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત લેસર શો પ્રોજેક્ટ લગાવ્યા બાદ તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ.
આમ હવે આગામી દિવસોમાં તેના લોકાર્પણ સાથે જ મંદિર પરિસરમાં લેસર શો યોજવામાં આવશે. જેથી ભક્તોને શામળાજી મંદિર દર્શને જવા દરમિયાન લેસર શો નિહાળવા મળશે. જેમાં શામળાજીના પૌરાણિક ઇતિહાસ અને મહત્વ સહિત રાજ્યના મહત્વના યાત્રાધામના ઇતિહાસ પણ દર્શાવવામાં આવશે. શામળાજી મંદિરના ટ્રસ્ટી મંડળે આ પ્રોજેક્ટને શરુ કરવામ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી અથાગ પ્રયાસો કર્યા હતા. જેના ફળ સ્વરુપ હવે લેસર શો શરુ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ