ગુજરાત સરકારના પ્રભારી મંત્રીઓને જિલ્લાની ફાળવણી કરાઇ, હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી
ગુજરાતમાં દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રાખવા માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમહ જ હાલમાં જ નવા મંત્રીમંડળની રચનામાં મંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે
ગુજરાતમાં દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રાખવા માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમહ જ હાલમાં જ નવા મંત્રીમંડળની રચનામાં મંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મંત્રી કનુ દેસાઈ ને સુરત અને નવસારી, ઋષિકેશ પટેલને અમદાવાદ, ખેડા, આણંદ, હર્ષ સંઘવી ને વડોદરા અને ગાંધીનગર, રાઘવજી પટેલને રાજકોટ, જૂનાગઢ, કુંવરજી બાવળીયાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, પરષોત્તમ સોલંકીને અમરેલી, ગીર સોમનાથ, ડૉ.કુબેર ડિંડોરને દાહોદ, પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રભારી મંત્રીઓની યાદી અને જિલ્લા
- કનુ દેસાઇ – સુરત નવસારી
- ઋષિકેશ પટેલ – અમદાવાદ,ખેડા, આણંદ
- રાધવજી પટેલ – રાજકોટ, જૂનાગઢ
- બળવંતસિંહ રાજપૂત – સાબરકાંઠા, બનાસકાંઠા
- કુંવરજી બાવળિયા- પોરબંદર, દ્વારકા
- મુળુભાઇ બેરા- જામનગર, સુરેન્દ્રનગર
- કુબેર ડીંડોર – દાહોદ, પંચમહાલ
- ભાનુબેન બાબરિયા – ભાવનગર, બોટાદ
- હર્ષ સંઘવી – વડોદરા, ગાંધીનગર
- જગદીશ પંચાલ – મહેસાણા, પાટણ
- પરષોત્તમ સોલંકી- અમરેલી, ગીર -સોમનાથ
- બચભાઈ ખાવડ – મહીસાગર, અરવલ્લી
- મુકેશ પટેલ – વલસાડ, તાપી
- પ્રફુલ્લ પાનસેરીયા – મોરબી, કચ્છ
- ભીખુભાઇ પરમાર – છોટા -ઉદેપુર, નર્મદા
- કુંવરજી હળપતિ – ભરૂચ, ડાંગ-આહવા
(With Input, Kinjal Mishra, Gandhinagar)