‘AAP’નું આંગડિયા કનેક્શન ? સુરતમાં 20 લાખની લૂંટના કેસમાં દિલ્હી કનેક્શન સામે આવ્યુ

|

Nov 08, 2022 | 9:17 AM

દિલ્લીના અશોક ગર્ગે અત્યાર સુધી રૂપિયા 9 કરોડ આંગડિયા મારફતે અલગ અલગ શહેરમાં મોકલ્યા છે. મહત્વનું છે કે આંગડિયા પેઢીના હવાલાને મારફતે AAP ના પૈસા આવતા હોવાની આશંકા સેવાઈ છે.

સુરતના બારડોલીમાં આંગડિયા પેઢીના 20 લાખની લૂંટના કેસમાં વધુ વિગત સામે આવી છે. અમદાવાદની છગનલાલ આંગડિયાના માલિકે નિવેદન ખુલાસો કર્યો છે કે, દિલ્લીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ આંગડિયા પેઢીમાં પૈસા મોકલાવતો હતો. અને આ પૈસા આમ આદમી પાર્ટીના હોવાની આશંકા છે. દિલ્લીથી એક જ વ્યક્તિના નામે 108 એન્ટ્રી સામે આવી છે. દિલ્લીના અશોક ગર્ગે અત્યાર સુધી રૂપિયા 9 કરોડ આંગડિયા મારફતે અલગ અલગ શહેરમાં મોકલ્યા છે. સૌરવના નામે માત્ર બે વખત કુલ 21 લાખ રુપિયા આવ્યા હતા. મહત્વનું છે કે આંગડિયા પેઢીના હવાલાને મારફતે AAP ના પૈસા આવતા હોવાની આશંકા સેવાઈ છે. ત્યારે આયકર વિભાગની તપાસ બાદ તમામ હકીકત સામે આવશે.

ધ્રાંગધ્રા AAPના આગેવાનો ઉમેદવારથી નારાજ

એક તરફ વિવાદનુ વંટોળ અને બીજી તરફ ઉમેદવારોને કારણે કાર્યકરોમાં નારાજગી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં AAPનુ સ્થાનિક સંગઠન જાહેર થયેલા ઉમેદવારથી નારાજ થયુ છે. AAPમાંથી વાઘજી પટેલને ધ્રાંગધ્રાથી ઉમેદવાર તરીકે જાહેર કરાતા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યના ૧૫ હોદ્દેદારોએ AAPમાંથી રાજીનામુ આપ્યું છે. AAPએ જાહેર કરેલા ઉમેદવાર વાઘજી પટેલની વાત કરીએ તો તેઓ ભાજપમાંથી રાજીનામુ આપીને AAPમાં જોડાયા છે. અને આ વખતેની ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ તેમણે દાવેદારી નોંધાવી છે. ત્યારે પક્ષપલટાથી જાણીતા વાઘજી પટેલને ભાજપમાંથી ટિકિટ મળે તો ફરી પક્ષપલટો કરે તો નવાઈ નથી. એવામાં AAP સ્થાનિક સંગઠને ઉમેદવારને બદલાવવા રજૂઆત કરી છે. અને જો તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો પાર્ટીમાંથી નિષ્ક્રીય થવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Next Video